આતંકી હુમલાની ખબર વચ્ચે પ્રમોશનલ ટ્વીટ કરનાર કોહલીનો ઊધડો લેતા ચાહકો

આતંકી હુમલાની ખબર વચ્ચે પ્રમોશનલ ટ્વીટ કરનાર કોહલીનો ઊધડો લેતા ચાહકો
નવી દિલ્હી, તા.15: ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલીએ પુલવામા આતંકી હુમલાની ખબર વચ્ચે એક પ્રમોશનલ ટિવટ કર્યું હતું. આ ટિવટને લઇને ચાહકોએ તેના પર નિશાન સાધ્યું હતું અને જવાનોની શહાદત વચ્ચે પ્રમોશનલ ટિવટ માટે કોહલીનો ઉધડો લીધો હતો. બાદમાં કોહલીએ તુરંત જ આ ટિવટ ડિલીટ કરી હતી અને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતું ટિવટ કર્યું હતું. 
બીજી તરફ વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, સાઇના નેહવાલ, યોગેશ્વર દત્ત, વિજેન્દર સિંહ, હરભજનસિંઘ સહિતના બીજા અનેક ખેલાડીઓએ પુલવામા આતંકી હુમલાના શહીદોને નમન કરીને આતંકવાદને સમર્થન આપનાર પાકિસ્તાન સામે કઠોર કાર્યવાહી કરવા કહયું હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer