ઇંગ્લૅન્ડ લાયન્સને હાર આપી ભારત એ ટીમે શ્રેણી કબજે કરી

ઇંગ્લૅન્ડ લાયન્સને હાર આપી ભારત એ ટીમે શ્રેણી કબજે કરી
મૈસૂર તા.15: લેગ સ્પિનર મયંક માર્કડેયની પાંચ વિકેટની મદદથી ઇન્ડિયા એ ટીમે ઇંગ્લેન્ડ લાયન્સ ટીમ સામે બીજો બિન સત્તાવાર ટેસ્ટ મેચ એક ઇનિંગ અને 68 રને જીતી લીધો છે અને 2 મેચની શ્રેણી 1-0થી કબજે કરી છે. મયંક માર્કડેયે 31 રનમાં 5 વિકેટ લીધી હતી. જયારે ઓફ સ્પિનર જલલ સકસેનાને બે વિકેટ મળી હતી. ફોલોઓન બાદ ઇંગ્લેન્ડ લાયન્સ ટીમ બીજા દાવમાં 180 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ પહેલા ઇન્ડિયા એ ટીમે અભિમન્યૂ ઇશ્વરનના 117 અને કેએલ રાહુલના 81 રનની મદદથી 392 રન કર્યાં હતા. જવાબમાં ઇંગ્લેન્ડ લાયન્સનો 144 રનમાં ધબડકો થયો હતો. ઇન્ડિયા એ ટીમે આ પહેલા ઇંગ્લેન્ડ લાયન્સને વન ડે શ્રેણીમાં 4-1થી હાર આપી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer