નેશનલ બેડમિન્ટન ચૅમ્પિયનશિપમાં સાઇના, કશ્યપ અને સમીર સેમિ ફાઇનલમાં

નેશનલ બેડમિન્ટન ચૅમ્પિયનશિપમાં સાઇના, કશ્યપ અને સમીર સેમિ ફાઇનલમાં
ગુવાહાટી, તા.15: ગત ચેમ્પિયન સાઇના નેહવાલ, પારુપલ્લી કશ્યપ અને સૌરાભ વર્મા તેમના મેચ જીતીને 83મી સીનીયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપના સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે. સાઇનાએ ક્વાર્ટર ફાઇનલના એક તરફી મુકાબલામાં મુંબઈની નેહા પંડિતને માત્ર 23 મિનિટમાં 21-10 અને 21-10થી હાર આપી હતી. સેમિમાં સાઇનાની ટક્કર યુવા ખેલાડી વૈષ્ણવી ભાલે સામે થશે. પુરુષ વિભાગમાં 2012ના ચેમ્પિયન કશ્યપે બોધિત જોશીને 21-18 અને 21-16થી હાર આપીને સેમિમાં જગ્યા પાકી કરી હતી. જ્યારે સૌરભ વર્માએ રસાકસી બાદ સાઇ પ્રણિત સામે 21-11, 21-23 અને 21-18થી જીત મેળવી હતી. સૌરભે ગયા વર્ષે રૂસ ઓપન અને ડચ ઓપનના ખિતાબ જીત્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer