એનસીડેક્સમાં એરંડા, ગુવારસીડ વાયદામાં ઊંચા કારોબાર

મુંબઈ, તા. 15 : એનસીડીએક્સમાં એરંડા 208 કરોડ, ગુવારસીડ 184 કરોડના કારોબાર સાથે ટોંચ પર રહ્યા હતા. 
એરંડા, ગુવારગમ, ગુવારસીડ, સોયોતેલના ભાવ વધીને બંધ રહ્યા હતા. જ્યારે જવ, ચણા, ખોળ, ધાણા, જીરું, કપાસ, સરસવ, સોયાબીન, હળદરના ભાવ ઘટીને બંધ રહ્યા. એરંડાનાં ભાવ 5358 રૂપિયા ખુલી 5352 રૂપિયા, ચણા 4273 રૂપિયા ખુલી 4256 રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ 2008 રૂપિયા ખુલી 2001  રૂપિયા, ધાણા 6381 રૂપિયા ખુલી 6214 રૂપિયા, ગુવારગમ 8380 રૂપિયા ખુલી 8416 રૂપિયા, ગુવારસીડનાં ભાવ 4219  રૂપિયા ખુલી 4220.50 રૂપિયા, જીરુંનાં ભાવ 15,740 રૂપિયા ખુલી 15,560 રૂપિયા, કપાસનાં ભાવ 1138 રૂપિયા ખુલી 1129 રૂપિયા, સરસવ 3932 રૂપિયા ખુલી 3912 રૂપિયા, સોયાબીનનાં ભાવ 3744 રૂપિયા ખુલી 3726 રૂપિયા, સોયાતેલ 776 રૂપિયા ખુલી 774.80  રૂપિયા અને હળદરનાં ભાવ 6346 રૂપિયા ખુલી 6306 રૂપિયા બંધ રહ્યા હતા.  
એરંડાનાં વાયદામાં કુલ 38,740 ટન, ચણામાં 28,110 ટન, કપાસિયા ખોળમાં 46,390 ટન, ધાણામાં 10,270 ટન,  ગુવારગમમાં 9065 ટન, ગુવારસીડમાં 43,040 ટન, જીરુંમાં 1893  ટન, કપાસનાં વાયદામાં 1578 ગાડી, સરસવમાં 13,400 ટન, સોયાબીનમાં 30,850  ટન, સોયાતેલમાં 7330 ટન તથા હળદરમાં 1375 ટનનાં કારોબાર નોંધાયા હતા. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer