આવી રહી છે ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ, સીએનજી સંચાલિત

આવી રહી છે ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ, સીએનજી સંચાલિત
ઈટાલિયન ગ્રુપ પિયાજિયોની 21 મોડેલનાં વાહનોની સવારી
મુંબઈ, તા.15 : સ્કૂટર `વેસ્પા'થી વિશ્વ પ્રસિદ્ધ બનેલા ઈટલીયન પિયાજિયો ગ્રુપે ધૂમધડાકા સાથે ભારતમાં  21 નવા મોડેલ લોન્ચ કરવાની યોજના બનાવી છે. 
પિયાજિયેના  વૈશ્વિક ટર્નઓવરમાં ભારતનો હિસ્સો 25 ટકા જેવો છે. જે 21 મોડેલ લાવી રહી છે તેમાં ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ, સીએનજી અને એલપીજી વાહનો છે, જેથી પિયાજિયો સ્થાનિક બજારમાં આ સેગમેન્ટના વાહનોમાં ખનાપી સ્પર્ધામાં ટકી શકે. 
આ કંપનીના થ્રી-વ્હિલરમાં મૉડેલો લાવવાનું વિચારી રહી છે. પિયાજિયો વેહિકલ્સના મૅનેજિંગ ડિરેક્ટર ડિયેગો ગ્રેફીએ કહ્યું કે, નવા મૉડેલના આગમન બાદ, કંપનીની નાના કમર્શિયલ વાહનોના સેગમેન્ટમાં હાજરી વધશે. અમે પેટ્રોલ-ડીઝલ સિવાયના વાહનોના તમામ સેગમેન્ટમાં હાજરી વધારવા માગીએ છીએ. અમે પાવર ટ્રેન રજૂ કરી છે હવે અમારી પાસે પાવર ટ્રેનની સારી રેન્જ (ડીઝલ, સીએનજી, એલપીજી) છે. 
વર્ષ 2019ના બીજા છમાસિકમાં કંપની વીજળીથી ચાલતી થ્રી-વ્હિલર લોન્ચ કરશે, આ વાહન પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સારા પ્રમાણમાં થશે એવી કંપનીને આશા છે. પિજિઓની યોજના આગામી વર્ષોમાં $200 કરોડ જેટલું રોકાણ કરવાની છે. તેમ જ થ્રી-વ્હિલર બીએસ-6 અંતર્ગત હશે. ભારત આવતા વર્ષથી વાહન પ્રદૂષણના કડક નિયમોનો અમલ કરી રહ્યું છે ત્યારે આ તમામ મોડેલના વાહનો આ નિયમનોને અનુરૂપ બશે. 
પિયાજિયો વેહિકલ્સના માર્કેટિંગ અને ચેનલ ડેવલપમેન્ટ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ માલિન્દ કપુરે કહ્યું કે, નાના કમર્શિયલ વાહનોના વેચાણ માટે 432 ડિલર્સ છે અને 1050થી પણ વધુ આઉટલેટ્સ છે. આ વર્ષે આ નેટવર્કમાં વધારીને 500 ડિલરશીપ અને 1200 જેટલા ટચ પોઈન્ટ્સ કરવામાં આવશે. આ વર્ષના પ્રથમ 10 મહિના (એપ્રિલથી જાન્યુઆરી)માં પિયાજિયો ઇન્ડિયાનું થ્રી-વ્હિલર વેચાણ 13 ટકા વધીને 1.4 લાખ વાહનોનું થયું છે. સૂચિત સમયગાળામાં નિકાસ 60 ટકા વધીને 31 હજાર વાહનોની થઈ છે. ટુ-વ્હિલર વેચાણ 19 ટકા વધીને 66 હજાર યુનિટ્સ અને નિકાસ 17,152 યુનિટ્સની થઈ છે. 
વર્ષ 2017ના અંત સુધીમાં ભારતીય બજારનો હિસ્સો કંપનીના વૈશ્વિક ટર્નઓવરમાં 26.5 ટકા અને વૈશ્વિક વેચાણમાં 41 ટકા હતો. વર્ષ 2018ના સંપૂર્ણ વર્ષનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે. સપ્ટેમ્બર અંતના એક વર્ષના સમયગાળામાં ભારતમાં વેચાણ 44 ટકા વધીને 2.1 લાખ યુનિટ્સનું હતું, જ્યારે કુલ આવકમાં ભારતમાં થતા બિઝનેસનો ફાળો 28 ટકા વધ્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer