શહીદોના પરિવારજનો પ્રત્યે બૉલીવૂડની સહાનુભૂતિ

નવી દિલ્હી, તા. 15 : પુલવામામાં આતંકી હુમલાની ઘટનાથી બોલિવૂડ આઘાતમાં છે. આ હુમલા ઉપર આર માધવન, રણવીર સિંહ, અક્ષય કુમાર, સલમાન ખાન, અનુપમ ખેર સહિતના કલાકારોએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. 
કાયરતાથી હુમલો કરનારા આતંકીઓના ચહેરા ઉપરનું હાસ્ય તો ઠીક તેના ચહેરાને ઉધેડી લેવો જોઈએ. આ હુમલાનો બદલો લેવો જોઈએ. - આર. માધવન
શહીદ થનારા જવાનોના પરિવારજનો માટે હૃદયપૂર્વક સંવેદના - સલમાન ખાન
પુલવામા હુમલાથી સ્તબ્ધ છું. ભગવાન શહીદ જવાનોના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ સમય માટે હિંમત આપે. - અક્ષય કુમાર
મારે સીઆરપીએફ સાથે ખાસ સંબંધ છે. મે સીઆરપીએફનું સ્તુતી ગીત લખ્યું હતું અને તેના માટે સીઆરપીએફના અધિકારીઓને મળ્યો હતો. - જાવેદ અખ્તર
શરમજન, દુ:ખદ અને આઘાતનક ! જૈશ-એ-મોહમ્મદે કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી સ્વિકારી. આ રાક્ષસોમાં આત્મા, માનવતા જેવું કંઈ નથી. કેમ આવા આતંકીઓને પાકિસ્તાનમાં આશ્રય અપાય છે. - સ્વરા ભાસ્કર
પુલવામામાં સીઆરપીએફ ઉપર આતંકી હુમલાની ઘટના સાંભળીને આઘાત લાગ્યો છે. શહીદ થયેલા જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું .  - અર્જુન કપૂર
પુલવામાં થયેલો હુમલો કાયરતાપૂર્ણ છે. આ હુમલા પાછળ રહેલા તત્ત્વો કાશ્મીરના લોકો સાથે મૈત્રિપૂર્ણ કેમ ગણી શકાય.  આ ક્ષણે અમે શહીદના પરિવારજનોના પડખે ઉભા છીએ.  - રિશિ કપૂર
હુમલો હૃદયદ્વાવક અને પિડાદાયક છે. પુલવામા હુમલાનો ભોગ બનેલા શહીદો માટે પ્રાર્થના - તાપસી પન્નુ
અત્યંત દુ:ખ અને ગુસ્સો અનુભવી રહ્યો છું આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા છે. આશા છે કે સરકાર આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપશે - અનુપમ ખેર

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer