જમ્મુમાં આગજનીના બનાવો બાદ કર્ફ્યુ લાગુ કરાયો

શ્રીનગર, તા. 15 : કાશ્મીરમાં હુમલા બાદ દેશભરમાં લોકોનો ગુસ્સો રસ્તા ઉપર ઉતરી આવ્યો છે. આતંકી ઘટનાના વિરોધમાં જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર પ્રદર્શન ગઈ રહ્યા છે. જેમાં કેટલીક જગ્યાઓએ વાહનોને આગ ચાંપવાના પણ બનાવ બન્યા છે. આ સાથે જ કાશ્મીરમાં સંવેદનશિલ સ્થળોએ ઈન્ટરનેટ સેવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સ્થિતિને ધ્યાને રાખીને પ્રશાસને જમ્મુમાં કર્ફ્યૂ લાદ્યો છે. જ્યારે સેનાએ પણ લોકોને સહયોગની અપીલ કરી છે.
કાશ્મીરમાં આતંકી ઘટનાના વિરોધમાં લોકજુવાળને ધ્યાને લઈને સેનાએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા ફ્લેગમાર્ચ યોજી હતી અને લોકોને પ્રશાસનની મદદ કરવા અનુરોધ કર્યો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે સાંપ્રદાયિક હિંસાની આશંકાને લઈને જમ્મુમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. કાશ્મીરમાં વિવિધ સ્થળોએ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી અને પાકિસ્તાન વિરોધી રેલીઓ નિકળી હતી. જમ્મુ કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હુમલાની ઘટનાના વિરોધમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેમજ જમ્મુ બાર એસોસિએશન પણ કામગીરીથી દુર રહ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ હુમલા બાદ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે અને શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer