સરકારે પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈ કમિશનરને મસલત માટે બોલાવ્યા

પાક હાઈ કમિશનર સામે સખત વિરોધ નોંધાવ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 15 : ભારત સરકારે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ મસલત કરવા આજે પાકિસ્તાન ખાતેના ભારતના હાઈ કમિશનર અજય બિસરીઆને બોલાવ્યા હતા.
અહેવાલો મુજબ ગુરુવારના આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હીએ મસલત કરવા પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈ કમિશનરને આજે કહેણ પાઠવ્યું હતું.
બિસરીઆ આજે રાતે રવાના થઈ આવતી કાલે શનિવારે સરકાર સાથે મસલત કરશે.
અગાઉ ભારત સરકારે ભારત ખાતેના પાકિસ્તાનના હાઈ કમિશનર સોહેલ મેહમૂદને બોલાવ્યા હતા અને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. વિદેશસચિવ વિજય કેશવ ગોખલેએ મેહમૂદને વિદેશમંત્રાલય ખાતે બોલાવ્યા હતા અને `જોરદાર વિરોધ કરતું ડીમાર્શ' સુપરત કર્યું હતું. ગોખલેએ મેહમ‰|દને જણાવ્યું હતું કે પાકિસ્તાને તત્કાળ આ હુમલાની જવાબદારી લેનારા આતંકવાદી સંગઠન જૈશે-એ-મોહમ્મદ પર કાર્યવાહી કરવી જોઈએ અને પાકિસ્તાનની ધરતી પરથી કાર્યરત આતંકવાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ આત્મઘાતી હુમલામાં કોઈ સંડોવણી હોવાનો ઇનકાર કરનારા પાકિસ્તાનના વિદેશમંત્રાલયના નિવેદનને પણ ગોખલેએ નકારી કાઢ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer