દેશની પ્રથમ સ્વદેશી સેમિ હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સ્પ્રેસ દોડતી થઈ

દેશની પ્રથમ સ્વદેશી સેમિ હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સ્પ્રેસ દોડતી થઈ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 15 : આજથી શરૂ થયેલી ભારતની પ્રથમ સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સ્પ્રેસના અનુભવ અને પ્રતિસાદને જોયા બાદ દેશના અન્ય ઇન્ટરસિટી રેલવે માર્ગો પર એને દોડાવી શકાશે.
આ જાણકારી રેલવે બોર્ડ (પરિવહન)ના સભ્ય ગિરીશ પિલ્લઈએ આજે વંદે ભારત એક્સ્પ્રેસમાં ઉદ્ઘાટન યાત્રા દરમિયાન પત્રકારોને આપી હતી. તેમણે વારાણસીની યાત્રા દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે આ માટે નવી અત્યાધુનિક ટેક્નિક અને સુવિધાઓથી સજજ રેલવેના ડબ્બાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલ આવા 30 ડબ્બાઓના ઉત્પાદનનો અૉર્ડર આપવામાં આવ્યો છે.
વંદે ભારત એક્સ્પ્રેસ કલાકના 160 કિલોમીટરની ઝડપથી હાલ દોડી રહી છે અને એનું ભાડું રાજધાની અને શતાબ્દી એક્સ્પ્રેસ તથા ગતિમાન એક્સ્પ્રેસ કરતાં ઓછું છે. હાલ આ ટ્રેન નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી રહી છે અને આગામી સમયમાં શતાબ્દીનું સ્થાન લઈ શકે છે.
આ ટ્રેનમાં સ્વયં રેલવેપ્રધાન પીયૂષ ગોયલે સફર કરી હતી. આ ટ્રેનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો મોબાઇલથી આ ટ્રેનની તસવીરો લેતાં નજરે પડયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer