શહીદ જવાનોમાં બે બુલઢાણાના વતની

શહીદ જવાનોમાં બે બુલઢાણાના વતની
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, બુલઢાણા, તા. 15 : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનોની બસ પર થયેલા હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા. એ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોમાં મહારાષ્ટ્રના બે જવાનોનો સમાવેશ છે. બુલઢાણા જિલ્લાના સંજય રાજપૂતે આ હુમલામાં જીવ ગુમાવ્યો છે. સંજય રાજપૂત મૂળ બુલઢાણા જિલ્લાના મલકાપુરનો વતની હતો. 
સંજયના મૃત્યુથી તેનાં બે સંતાનોએ છત્ર ગુમાવ્યું છે તો તેની સાથે ભણતા તેના સાથીમિત્રોએ તેમનો જિગરજાન દોસ્ત ગુમાવ્યો છે. બુલઢાણાના જવાન નીતિન રાઠોડ પણ આ હુમલામાં શહીદ થયા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer