બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડસ ચૅમ્પિયન

બિગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડસ ચૅમ્પિયન
મેલબોર્ન, તા. 17 : ઓલરાઉન્ડર ડેનિયલ ક્રિશ્ચિયનના શાનદાર દેખાવથી મેલબોર્ન રેનેગેડસએ ફાઇનલમાં મેલબોર્ન સ્ટાર્સ ટીમને 13 રને હાર આપીને પહેલીવાર બિગ બેશ લીગ ટી-20નો ખિતાબ જીતી લીધો હતો. એરોન ફિંચના સુકાનીપદ હેઠળની ટીમ મેલબોર્ન રેનેગેડસએ 5 વિકેટે 14પ રનનો સામાન્ય સ્કોર બનાવ્યો હતો. જવાબમાં હરીફ ટીમ મેલબોર્ન સ્ટાર્સ 20 ઓવરમાં 7 વિકેટે 132 રન જ કરી શકી હતી. મેન ઓફ ધ મેચ ડેનિયલ ક્રિશ્ચયને અણનમ 38 રન અને 2 વિકેટ લીધી હતી. ફાઇનલમાં એક સમયે ગ્લેન મેક્સવેલના સુકાનીપદ હેઠળની ટીમ મેલબોર્ન સ્ટાર્સ વિના વિકેટે 93 રન કરી ચૂકી હતી. આ પછી 19 રનમાં 7 વિકેટ ગુમાવી હતી. જેથી તેની હાર નોંધાઇ હતી. 35 વર્ષીય ડેનિયલ ક્રિશ્ચયન ઓસ્ટ્રેલિયા તરફથી 19 વન ડે રમી ચૂક્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer