આક્રોશ સીસીઆઇમાં ઇમરાનની તસવીર ઢાંકી દેવાઈ

આક્રોશ સીસીઆઇમાં ઇમરાનની તસવીર ઢાંકી દેવાઈ
મુંબઈ, તા.17: પુલવામા ક્ષેત્રમાં સીઆરપીએફના કાફલા પરના આતંકી હુમલાથી 40 જવાન શહીદ થવાની ઘટનાથી પૂરા દેશમાં આક્રોશનો માહોલ છે. જેનો પડઘો મુંબઈ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)માં પડયો છે. સીસીઆઇના ક્લબ હાઉસમાંથી પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની તસવીર ઢાંકી દેવાઇ છે.
ઇમરાન ખાનની તસવીર ક્લબમાં પોરબંદર ઓલરાઉન્ડર રેસ્ટોરાંમાં રાખવામાં આવી હતી. આ સ્થળે ઇમરાન સિવાય કપિલ દેવ, રિચર્ડ હેડલી, ગેરી સોબર્સ અને ઇયાન બોથમ જેવા ઓલરાઉન્ડરોની પણ તસવીર છે. ઇમરાનની તસવીર સાથે બીજી તસવીર પાકિસ્તાની ટીમ સાથે હતી. જે બન્ને હટાવી દેવામાં આવી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer