બીસીસીઆઇ દ્વારા પાંચ કરોડની સહાયની અપીલ

બીસીસીઆઇ દ્વારા પાંચ કરોડની સહાયની અપીલ
નવી દિલ્હી, તા.17: બીસીસીઆઇના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્નાએ સુપ્રીમ કોર્ટ રચિત સંચાલન સમિતિના પ્રમુખ વિનોદ રાયને અપીલ કરી છે કે પુલવામા આતંકી હુમલાના શહીદોના પરિવારની સહાયતાર્થે ઓછામાં ઓછા પ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવે. આ પહેલા ઇરાની ટ્રોફી વિજેતા વિદર્ભની ટીમ પણ જાહેર કરી ચૂકી છે કે તેઓ જીતની રકમ શહીદ પરિવારોનાં કલ્યાણ માટે દાનમાં આપશે. સીકે ખન્નાએ આ સાથે રાજ્ય ક્રિકેટ સંઘો અને આઇપીએલ ફ્રેંચાઇઝીઓને પણ દિલથી યોગદાન કરવાની અપીલ કરી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer