હાલેપને હરાવીને એલિસ મર્ટેન્સ કતાર ઓપનમાં ચૅમ્પિયન

હાલેપને હરાવીને એલિસ મર્ટેન્સ કતાર ઓપનમાં ચૅમ્પિયન
દોહા, તા.17: બેલ્જિયમની એલિસ મર્ટેન્સ પોતાની કેરિયરની સૌથી મોટી જીત મેળવીને દુનિયાની ત્રીજા નંબરની ખેલાડી રોમાનિયાની સિમોના હાલેપને હાર આપીને કતાર ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. હાલ ડબલ્યૂટીએ ક્રમાંકમાં 21મો નંબર ધરાવતી એલિસ મર્ટેન્સે ફાઇનલમાં એક સેટ હાર્યા બાદ વાપસી કરીને 3-6, 6-4 અને 6-4થી સિમોના હાલેપ સામે અપસેટ કરીને જીત મેળવી હતી. મર્ટેન્સે પીઠના દર્દને લીધે મેચ દરમિયાન 8 મિનિટનો મેડિકલ ટાઇમ આઉટ પણ લીધો હતો. આમ છતાં તે વિજયી થવામાં સફળ રહી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer