મહારાષ્ટ્રના બે શહીદોના પરિવાર માટે રોજમદાર કામગારોએ

દસ મિનિટમાં જ રૂા. 17.5 લાખ એકત્ર કર્યા

એક ભેળપૂરીવાળાએ દિવસની કમાણીના 1100 રૂપિયા અર્પણ કર્યા

મુંબઈ, તા.17  : પુલવામા આતંકવાદ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ સાથે મુંબઈના વેપારી વર્ગ અને કેટલાંય સંગઠનો શહીદોના પરિવારોને આર્થિક સહાય માટે ફાળો પણ એકત્ર કરી રહ્યા છે. આ ક્રમમાં આજે મુંબઈના રોજમદાર કર્મચારી અને અસંગઠિત ક્ષેત્રના કામગારોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં માત્ર દસ જ મિનિટમાં 17.5 લાખ રૂપિયાની રકમ એકત્ર કરીને દેશના શહીદોના પરિવારોને મદદ માટે હાથ લંબાવ્યો છે. ગ્રાંટ રોડ સ્થિત ધ સ્કૂટર પાર્ટ્સ અસોસિયેશને આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરીને અન્ય કામદાર સંગઠનોને પણ સામેલ કર્યા હતા. આયોજકો તરફથી ફાળો આપવા અપીલ કરાઇ અને અપેક્ષા કરતાં વધુ રકમ એકઠી થવા લાગી હતી. આયોજકોએ આ રકમ મહારાષ્ટ્રના બે શહીદોના પરિવારોને આપવાની જાહેરાત કરી હતી. એક ભેળપૂરીવાળાએ પોતાના દિવસભરની કમાણી 1100 રૂપિયા આ ફાળામાં આપીને શહીદો પ્રત્યે પોતાની લાગણી દર્શાવી હતી, રકમ ભલે નાની હોય પરંતુ તેની લાગણીની આપણે નોંધ લેવી જોઇએ, એમ આયોજકોએ જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer