શહીદના પિતાએ 10 લાખની સહાય લેવાનો કર્યો ઈનકાર : ભેદભાવનો આક્ષેપ

ગુમલા, તા. 17 : પુલવામા આતંકી હુમલામાં શહીદ વિજય સોરેંગના પિતાએ ઝારખંડથી મળતી 10 લાખ રૂપિયાની સહાય લેવાનો ઈનકાર કર્યો છે. શહીદના પિતા બૃજ સોરેંગે કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ સરકાર 25 લાખ, કેરળ સરકાર 1 કરોડ રૂપિયા આપી રહી છે. પરંતુ ઝારખંડ સરકારે 10 લાખ આપવાની જાહેરાત કરી છે. આ શહીદો સાથે ભેદભાવ છે. આ માટે જ ઝારખંડ સરકારના 10 લાખ રૂપિયા લેવાનો ઈનકાર કર્યો છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer