આદિલને આતંકીઓની મદદ બદલ છ વખત અટકાયતમાં લેવાયો હતો !

શ્રીનગર, તા. 17 : પુલવામાના હુમલાને અંજામ આપનારા જૈશ-એ-મોહમ્મદના આતંકી આદિલ ડારને સપ્ટેમ્બર- 2016થી માર્ચ-2018 વચ્ચે પથ્થરમારા અને ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાની મદદના આરોપમાં છ વાર અટકાયતમાં લેવાયો હતો પણ દરેક વખતે તેને કોઈપણ આરોપ દાખલ કર્યા વિના છોડી મુકાયો હતો!
એક મીડિયા હેવાલમાં આઈબી અને પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવાયું હતું કે, પુલવામા જિલ્લાના ગુંડીબાગનો આદિલ છ વાર અટકાયતમાં લેવાયો હતો પણ દર વખતે છોડી મુકાયો હતો. એનો સ્પષ્ટ અર્થ એવો હતો        કે તેના પર સતત નજર  રાખવાની જરૂર હતી પણ એમ થયું નહીં.
આદિલ વિરુદ્ધ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નહોતી. આદિલે 2016માં જ આતંકીઓના મદદગાર તરીકે ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.  આદિલ તોયબાના આતંકીઓને છુપાવામાં મદદ કરતો હતો. તોયબાના કમાન્ડરો અને આતંકી જૂથોમાં સામેલ થવા માગતા કાશ્મીરીઓ વચ્ચે કડી બનવાનું પણ કામ કરતો હતો. આદિલે સુરક્ષા દળો વિરુદ્ધના દેખાવોમાં અનેકવાર ભાગ લીધો હતો. એકવાર તે ઘાયલ પણ થઈ ગયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer