યુવાનોને રોજગાર અને બેરોજગારી ભથ્થું : કૉંગ્રેસનું ચૂંટણીવચન

મુંબઈ, તા. 17 (પીટીઆઇ) : લોકસભાની ચૂંટણીમાં વિજય મળશે તો શહેરના યુવાનોને રોજગારી આપવામાં આવશે અને બેરોજગારોને માસિક ભથ્થું આપવામાં આવશે એવી ઝુંબેશ કૉંગ્રેસ આવતી કાલથી શરૂ કરવા જઈ રહી છે.
`ચલો વૉર્ડ અભિયાન' નામની આ ઝુંબેશ આવતી કાલે સોમવારથી શરૂ કરવામાં આવશે એમ મુંબઈ કૉંગ્રેસના વડા સંજય નિરૂપમે જણાવ્યું હતું.
મુંબઈ કૉંગ્રેસ એકમે આ યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને 6 લાખ ફૉર્મ છપાવી દીધાં છે. યુવા કૉંગ્રેસના કાર્યકરો શહેરમાં ઘરે-ઘરે જશે અને પ્રત્યેક યુવાન આ ફૉર્મ ભરે એની ખાતરી કરશે.
18થી 40 વર્ષની વય વચ્ચેના યુવાનો બેરોજગારી ભથ્થા માટે લાયક ગણાશે. ફૉર્મ ભરનારને એલાવન્સ કાર્ડ આપવામાં આવશે એમ નિરૂપમે વધુમાં જણાવ્યું હતું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની કૉંગ્રેસની આગેવાની હેઠળની નવી સરકારોએ માસિક 3500થી 4000 રૂપિયાના બેરોજગારી ભથ્થાની જાહેરાત કરી દીધી છે, એમ નિરૂપમે વધુમાં જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer