ભાનુશાળીની હત્યા માટે છબિલ પટેલે 30 લાખમાં આપી હતી સોપારી ?

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 17 : કચ્છ અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા કરનારા વધુ બે શાર્પ શૂટરોને પોલીસે ઝડપી લઈ મોટી સફળતા હાંસલ કરી છે. આ બન્ને શાર્પ શૂટરોએ હત્યાના મુદ્દે કબૂલાત કરતાં હત્યાકેસના કેટલાએ ભેદ બહાર આવ્યા છે. બન્ને શાર્પ શૂટરોની સીઆઇડી ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીઓની કબૂલાત અનુસાર છબિલ પટેલે ભાનુશાળીની હત્યા માટે સોપારી આપી હતી અને 30 લાખ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. 
ચર્ચાસ્પદ ભાનુશાળી હત્યાકેસના મામલે સીઆઇડી ડી. જી. આશિષ ભાટિયાએ પત્રકાર-પરિષદ યોજીને માહિતી આપતાં કહ્યું હતું કે  જયંતી ભાનુશાળી કેસમાં વધુ બે શાર્પ શૂટરો શશિકાંત દાદા ઉર્ફે કાંબળે અને અશરફ અનવર શેખને ઝડપી લેવામાં સફળતા મળી છે. શનિવારે ડાંગના સાપુતારામાં બન્ને શાર્પ શૂટરોને ટ્રૅક કરીને પકડી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ ભાનુશાળીની હત્યાની કબૂલાત કરતાં છબિલ પટેલે 30 લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું કબૂલ્યું હતું. જયંતી ભાનુશાળી કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર શખસોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ શાર્પ શૂટરોને મદદ કરનારા રાહુલ અને નીતિન પટેલની ધરપકડ કરાઈ હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer