શહીદોનાં અંગોની તસવીરો શૅર કે લાઈક કરવી નહીં

સીઆરપીએફની સૂચના અને અનુરોધ : ભયનો માહોલ નહીં સર્જવા સહકાર આપવો

નવીદિલ્હી, તા.17: કેટલાંક તોફાની અને અસભ્ય લોકો પુલવામા આતંકવાદી હુમલાનાં શહીદોનાં મૃતદેહ અને શરીરનાં અંગોની તસવીરો સોશિયલ મીડિયામાં ચડાવીને નફરત ફેલાવી રહ્યા છે. જેની સામે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) દ્વારા આજે એક સૂચના જારી કરવામાં આવી છે અને આવી કોઈ જ પોસ્ટ જો ધ્યાને આવે તો |યબાજ્ઞિ।઼ભાિર.લજ્ઞદ.શક્ષ ઇમેઈલ એડ્રેસ ઉપર તત્કાળ તેની જાણકારી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સીઆરપીએફ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી કોઈપણ ભડકાઉ પોસ્ટ શેર કે લાઈક પણ કરવી નહીં. આ પહેલા પણ સેનાએ આવી જ રીતે શહીદોનાં આક્રંદ અને શહીદોની લાશોનાં ફોટા ફેલાવવાનું નિવારવા માટે અપીલ કરી હતી કારણ કે આતંકવાદીઓ દેશમાં ભયનો માહોલ ફેલાવવા માગતાં હોય છે અને આવી તસવીરોથી તેનો ઈરાદો બર આવી જાય છે. 
ઉલ્લેખનીય છે કે સરકારે પણ પ્રસાર માધ્યમોને આતંકવાદી હુમલાની ઘટનાઓનું પ્રસારણ કરવાં બાબતે સાવધાની વર્તવાની સલાહ આપેલી. સૂચના અને પ્રસારણ મંત્રાલયે હિંસા ભડકે તેવી કોઈપણ સામગ્રી ચેનલો ઉપર નહીં દેખાડવા માટે પણ તાકીદ કરી હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer