દેશભરમાં જનઆક્રોશ જારી પાકિસ્તાનને પાઠ ભણાવાશે

દેશભરમાં જનઆક્રોશ જારી પાકિસ્તાનને પાઠ ભણાવાશે
દિલ્હીમાં કૅન્ડલ માર્ચમાં હજારો જોડાયા : દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, તા. 17 : પુલવામા સીઆરપીએફ કાફલા પર ગોઝારા આત્મઘાતી હુમલા બાદ લોકોમાં આક્રોશ જારી છે. નવી દિલ્હીના ઇન્ડિયા ગેટ અને જંતર મંતર પર હજારો લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને શહીદોને અંજલિ આપી હતી. સાથે જ આતંકવાદે માઝા મૂકી છે ત્યારે દશભરમાં પાકિસ્તાન સામે નક્કર પગલાંની માંગ વધુને વધુ બૂલંદ બનતી જાય છે.
લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. દેશભરમાં હજારો લોકો જાહેર માર્ગ પર ઊતરી ગયા છે. તેમને એક જ માંગ છે કે ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમનો સફાયો કરવામાં આવે. આતંકને પોષતા પાકિસ્તાન સામે પગલાં લેવા મોદી સરકાર પર દબાણ વધી રહ્યું છે. દેશના અનેક નગરોમાં આતંકી હુમલાના વિરોધમાં બજારો સ્વંભૂ બંધ રહી હતી. દેશમાં વિરોધ પ્રદર્શન માટે તમામ સંગઠનના લોકો પણ જોડાયા છે. લોકો દ્વારા પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત કરીને જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાનના પૂતળાદહનના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.
વડોદરામાં એક લગ્નમાં નવયુગલે શહીદોને અંજલિ આપવા માટે કૂચ કરી હતી.
જનતામાં ઉગ્ર આક્રોશ ભભૂક્યો છે ત્યારે સરકારે હવે પાકિસ્તાનને તેની જ ભાષામાં જડબાતોડ જવાબ આપવો જોઇએ એ હવે દેશના લોકોની લાગણી છે.
પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની ઘડી હવે આવી ગઇ છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન જારી છે. વાણિજ્ય પાટનગર મુંબઇમાં પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer