પાકિસ્તાનના ગાયકોનો બહિષ્કાર કરો

પાકિસ્તાનના ગાયકોનો બહિષ્કાર કરો
મનસેની મ્યુઝિક કંપનીઓને ચેતવણી

મુંબઈ, તા. 17 (પીટીઆઇ) : પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની ફિલ્મ વિન્ગે પાકિસ્તાનના ગાયકો સાથે કામ નહીં કરવાનું મ્યુઝિક લેબલ કંપનીઓને જણાવ્યું હતું.
`અમે ટી-સિરીઝ, સોની મ્યુઝિક, વિનસ, ટિપ્સ મ્યુઝિક જેવી ભારતીય મ્યુઝિક કંપનીઓને આવી મૌખિક સૂચના આપી દીધી છે. આ કંપનીઓએ પાકિસ્તાની ગાયકો સાથે તત્કાળ કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને જો તેઓ એમ નહીં કરે તો અમે અમારી શૈલીમાં પગલાં ભરીશું' એમ મનસે ચિત્રપટ સેનાના વડા અમેય ખોપકરે જણાવ્યું હતું.
તાજેતરમાં ભૂષણકુમારની ટી-સિરીઝે રાહત ફતેહ અલી ખાન અને આરિફ અહમદ સાથે બે જુદા-જુદા સિંગલ્સ માટે સહયોગ આપ્યો હતો. અમારી ચેતવણી બાદ તેમણે તેમનાં ગીતો કંપનીની યુટયુબ ચૅનલમાંથી હટાવી લીધાં હતાં એમ ખોપકરે જણાવ્યું હતું.
2016ના ઉરી આતંકવાદી હુમલા વખતે પણ મનસેએ તમામ પાકિસ્તાની કલાકારોને 48 કલાકમાં ભારત છોડી જવાની ચેતવણી આપી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer