ફિલ્મ-ટીવી ઍસોસિયેશનોએ પાકિસ્તાની કલાકારોનો બહિષ્કાર કર્યો

ફિલ્મ-ટીવી ઍસોસિયેશનોએ પાકિસ્તાની કલાકારોનો બહિષ્કાર કર્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડાયરેર્ક્ટ્સ ઍસોસિયેશને (આઇએફટીડીએ) કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના વિરોધમાં જાહેરાત કરી છે કે હવે પછી પાકિસ્તાનના કલાકારો સાથે કામ નહીં કરીએ એવું ઍસોસિયેશનના અધ્યક્ષ સિનેનિર્માતા અશોક પંડિતે જણાવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે ગોરેગામના ફિલ્મસિટીમાં શૂટિંગ રદ કરવામાં આવ્યું હતું. પુલવામામાં શહીદ થયેલા જવાનોને આજે બપોરે અહીં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં લોકોએ શપથ લીધા હતા કે જવાનોનું બલિદાન અમે વ્યર્થ નહીં જવા દઇએ. દરમિયાન અશોક પંડિતે કહ્યું કે `એ બાબતને ધ્યાનમાં લેવી જરૂરી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંના લાખો લોકો સુરક્ષા દળ અને સરકારની સાથે ખભેખભો મિલાવીને ઊભા છે. અમારા ઍસોસિયેશને નક્કી કરી લીધું છે કે પાકિસ્તાનના કલાકારો સાથે કામ ન કરવું. આ કાર્યક્રમમાં વીરેન્દર સેહવાગ, હરભજન સિંઘ, સુરેશ રૈના અને મોહમ્મદ કૈફ જેવા ક્રિકેટરો પણ હાજર રહ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer