શહીદના પરિજનો માટે આગળ આવ્યા સલમાન ખાન ઉરી ફિલ્મની ટીમ

શહીદના પરિજનો માટે આગળ આવ્યા સલમાન ખાન ઉરી ફિલ્મની ટીમ
`ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક'ની ટીમે 1 કરોડ રૂપિયાની મદદનું એલાન કર્યું

મુંબઈ, તા. 17: કાશ્મીરમાં થયેલા બર્બર આતંકવાદી હુમલા બાદ શહીદોના પરિવારજનો માટે દેશભરમાંથી મદદનો હાથ લંબાવવામાં આવી રહ્યો છે. જેમાં બોલિવૂડના કલાકારો પણ જોડાયા છે. અમિતાભ બચ્ચન બાદ હવે સલમાન ખાન અને ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક ફિલ્મની ટીમે પણ મદદનું એલાન કર્યું છે.
 સલમાન ખાને પોતાની સંસ્થાન બીઇંગ હ્યુમન ફાઉન્ડેશન તરફથી શહીદના પરિવારને મદદ કરી છે. સલમાનની મદદ બદલ દેશના ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ સલમાનનો આભાર માન્યો હતો. આ ઉપરાંત ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકની ટીમે પણ મોટું પગલું ભર્યું છે. ફિલ્મના પ્રોડયુસર રોની ક્રૂવાલાએ સોશિયલ મીડિયા વોલથી સૈનિકોના પરિજનોને એક કરોડ રૂપિયાની મદદનું એલાન કર્યું છે. આ ટીમે સેના કલ્યાણ ભંડોળમાં એક કરોડ રૂપિયા આપ્યા છે. આ ઉપરાંત રોની ક્રૂવાલાએ લોકોને મદદ માટે આગળ આવવાની અપીલ કરી છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer