સલમાન ખાનની આગામી ફિલ્મનો બહિષ્કાર કરવાની ચીમકી

સલમાન ખાનની આગામી ફિલ્મનો બહિષ્કાર કરવાની ચીમકી
પુલવામામાં થયેલા આતંકી હુમલાનો પડઘો સમગ્ર દેશમાં પડયો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ આ હુમલાને વખોડી કાઢતાં પાકિસ્તાની કલાકારો તથા ગાયકો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આવા જ કારણસર સલમાન ખાનની આગામી ફિલ્મ ભારતનો બહિષ્કાર કરવાની ચીમકી તેના ચાહકોએ આપી છે. સલમાન પોતાનાગીતો પાકિસ્તાનીગાયકો પાસે ગવડાવવા માટે જાણીતો છે. ટાઇગર ઝિન્દા હૈ ગીત આતિફ અસ્લમે અને ફિલ્મ સુલતાનનું જગ ઘુમિયાં ગીત રાહત ફતેહ અલી ખાને ગાયું હતું. તેની આગામી ફિલ્મ ભારતમાં પણ એક ગીત પાકિસ્તાની ગાયકોના સ્વરમાં રેકર્ડ કરવામાં આવ્યું છે. જો આ ગીત પડતું નહીં મૂકાય તો તેની ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવશે એમ ચાહકોએ જણાવ્યું હતું. 
સલમાને પુલવામા શહીદ થયેલા જવાનોના પરિવારોને આર્થિક સહાય  કરવા સાથે ભારતમાંથી વિવાદાસ્પદ ગીતને પણ દૂર કર્યું છે. સલમાન કબૂલે છે કે તેને આતિફ અસ્લમ અને રાહત ફતેહ અલી ખાનનો સ્વર સૌથી વધુ મેચ કરે છે. પરંતુ દેશના હિત સામે અંગ તપસંદગીની શી વિસાત? આથી જ તેણે ભારતના ગીતને ભારતીય ગાયકો સાથે ફરી રેકર્ડ કર્યું છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer