ઈપીએફઓ : 15 લાખ કર્મચારીઓનાં નાણાં આઈએલઍન્ડએફએસ બૉન્ડ્સમાં ફસાયાં

ઈપીએફઓ : 15 લાખ કર્મચારીઓનાં નાણાં આઈએલઍન્ડએફએસ બૉન્ડ્સમાં ફસાયાં
નવી દિલ્હી, તા. 19 : એપ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)માં ડિપોઝીટ કરેલા નાણાંની ચિંતા કર્મચારીઓને સતાવી રહી છે. આઈએલઍન્ડએફએસ કટોકટીમાં આ કર્મચારીઓનું રોકાણ અટવાયું છે. મોટા ભાગના એપ્લોઈ પ્રોવિડન્ટ ફંડ્સ અને એપ્લોઈ પેન્શન ફંડ્સે કહ્યું કે, આઈએલઍન્ડએફએસ રિઝોલ્યુશન યોજનામાં સિક્યોર્ડ ક્રેડિટર્સને પુન:ચૂકવણી કરવી જોઈએ કેમ કે કંપનીના પ્રસ્તાવિત રિઝોલ્યુશન માળખામાં સિક્યોર્ડ ક્રેડિટર્સને ચૂકવણી કરવાનો કોઈ ઉલ્લેખ જ નથી. આથી ચિંતા પ્રસરી છે. કારણ કે હજારો કરોડ રૂપિયા આઈએલઍન્ડએફએસ બોન્ડ્સમાં રોકાણ કરવામાં આવ્યું છે. ઘણા લોકોનું કહેવું છે કે રિઝોલ્યુશન માળખામાં દરેક હિસ્સાધારકોના હિતોની સુરક્ષા થવી જોઈએ. અન્ય લોકોએ કલમ 53ને પડકારી છે. ચૂકવણીની આ કલમમાં લોકો અને સમાજના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા નથી, પરંતુ ઈનવેસ્ટમેન્ટ બૅન્કર્સના મતે ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીના `એએએ' રેટિંગ ધરાવતા બોન્ડ્સમાં હજારો કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આમાં નિવૃત્તિ ફંડનો સમાવેશ છે, જેમાં જોખમ ઓછું હોય છે. પરંતુ ઓછા વ્યાજ દરે પણ ચોક્કસ રિટર્ન મળવું જોઈએ.
અમુક બ્લૂ ચીપ ભારતીય કોર્પોરેટ્સમાં અસ્વસ્થતા છે. અમુક કંપનીએ ટ્રિબ્યુનલમાં અરજી કરી છે, જેમાં એપકો ઈન્ફ્રાટેક, એપકો, ટાઈટન, એશિયન પેઈન્ટ્સ પીએફ, એશિયન પેઈન્ટ્સ મૅનેજમેન્ટ કેડ્રીટ સુપરએન્યુએશન સ્કીમ, આદિત્ય બિરલા સન લાઈફ એમએફ, થોમસ કુક પીએફ, ટાઈટન વોચિસ, હિન્દુસ્તાન યુનિલિવર (એચયુએલ), એમ ઍન્ડ એમ પીએફ, હિમામી, બજાજ ફાઈનાન્સ, હિન્દાલકો ઈપીએફ, મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસીસ પીએફ ટ્રસ્ટ, આઈડીબીઆઈ ટ્રસ્ટીશીપ સર્વિસીસ લિ., ઈન્ડસઈન્ડ બૅન્ક, હુડકો એપ્લોઈસ સીપીએફ, એમએમટીસી સીપીએફ, 63 મૂન્સ, નાયારા એનર્જી ઈપીએફ, ઇન્ડિયન અૉઈલ, આઈટીપીઓ, સીઆઈડીસીઓ, એસબીઆઈ પીએફ, જીયુવીએનએલ પીએફ, અંબુજા સિમેન્ટ, એચડીએફસી એએમસી, આઈઆરઈડીએ વગેરેનો સમાવેશ છે. 
એચયુએલ, એશિયન પેઈન્ટ્સ, હિન્દાલકો અને એમઍન્ડએમ પ્રાઈવેટ ક્ષેત્રના છે, આઈઓસી, એસબીઆઈ અને એમએમટીસી સરકાર હસ્તક છે, એચડીએફસી એએમસી અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના છે, જેથી એકંદર ભારતીય કંપનીઓના નોકરિયાત કર્મચારીઓના લાખો રૂપિયાની બચત જોખમમાં છે. 
વિવિધ કંપનીઓ અને અન્ય એન્ટિટિના એપ્લોય પ્રોવિડંડ ફંડ્સ આઈએલઍન્ડએફ બોન્ડ્સમાં અટવાયેલા છે અને બોન્ડ ધારકો અનસિક્યોર્ડ છે. જેથી આઈએલઍન્ડએફએસ કટોકટીમાં તેમને ચૂકવણી થશે નહીં. જો મળે તો પણ અનસિક્યોર્ડ હોવાથી છેલ્લી પ્રાથમિકતા આપવામાં આવશે. 75 કંપનીઓ અને તેમના પીએફએ એપેલેટ કોર્ટમાં અરજી કરી છે, જેમાં અનસિક્યોર્ડ ક્રેડિટર્સને પુન:ચૂકવણી થાય એ માટેના આદેશ આપવા માટે કહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer