આક્રોશ : સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોનો પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટૂરનો બહિષ્કાર

રાજકોટ, તા. 19 : પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટૂરની  એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટૂરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ દૂર કરી નાખ્યો છે. આ ઉપરાંત કોઈ ઓફરમાં કાશ્મીરની ટિકિટ ફ્રી હોય તો તેને પણ નહીં સ્વીકારવાનો નિર્ણય ટ્રાવેલ્સ-રેલવેના એજન્ટોએ નિર્ણય કર્યો છે. 
કાશ્મીરના ટૂર એજન્ટોને જેવી જાણ થઈ કે સૌરાષ્ટ્રના ટૂર એજન્ટોએ આ પ્રકારનો નિર્ણય લીધો છે ત્યારે તેમણે તરત જ સ્થાનિક એજન્ટોનો ફોન કરીને સંપર્ક સાધીને આજીજી કરી કે આવું ન કરો, અમારા પર વિશ્વાસ રાખો, અમે ખાતરી આપીએ છીએ કે સૌરાષ્ટ્રના સ્થાનિકોને પૂરતું રક્ષણ મળશે. તેમને કશું જ નહીં થાય. પરંતુ સ્થાનિક એજન્ટોએ વાત કરવાની પણ ઘસીને ના પાડી દીધી. કહ્યું કે અમારે તમારી સાથે બિઝનેસ તો ઠીક, વાત પણ નથી કરવી. નોંધનીય છે કે, એકલા માત્ર સૌરાષ્ટ્રથી જ કાશ્મીરને દર વર્ષે 300 કરોડનો બિઝનેસ મળે છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer