મહિલા સુરક્ષા : દેશવ્યાપી ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર 112નો પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 19 : ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને મહિલા-બાળ વિકાસ ખાતાના પ્રધાન મેનકા ગાંધીએ આજે નવી દિલ્હીમાં નાગરિકોની સુરક્ષા માટેની અનેક પહેલો શરૂ કરી હતી.
આમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહિલાઓની સુરક્ષા માટેની ઇમર્જન્સી રિસપોન્સ સપોર્ટ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યોમાં આંધ્ર, ઉત્તરાખંડ, પંજાબ, કેરળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર વગેરેનો સમાવેશ થાય છે. આ સેવા હિમાચલ પ્રદેશ અને નાગાલૅન્ડમાં તો ઉપલબ્ધ છે.
મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિ પેન ઇન્ડિયા નંબર 112 ડાયલ કરી શકે છે. આ સિસ્ટમ હેઠળ તમામ રાજ્યોએ એક ડેડિકેટેડ ઇમર્જન્સી રિસપોન્સ સેન્ટર ઊભું કરવું પડશે. મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિ તેના સ્માર્ટ ફોન પર ઇઆરસીને ફોન કરવા ત્રણ વાર ઝડપથી પાવર બટનને દબાવવું પડશે. ફીચર ફોનમાં ફોનના કીપેડ પર પ કે 9નો નંબર જોરથી દબાવવાથી પેનિક કોલ સક્રિય થશે. ઈઆરસી ડિસ્ટ્રિક્ટ કમાન્ડ સેન્ટરો અને ઇમર્જન્સી રિસપોન્સ વેહીકલ સાથે જોડાયેલું હશે અને તે દ્વારા પીડિતને મદદ પહોંચાડી શકાશે. નિર્ભયા ફંડ દ્વારા આ પહેલ માટે રૂપિયા 321 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer