મતદાર તરીકે નોંધણી કરવા હજી તમારી પાસે સમય છે

મતદારયાદીમાં મતદારનો ફોટો પણ હશે 

મુંબઈ, તા. 19 : લોકસભાની ચૂંટણીમાં બોગસ મતદાન અટકાવા આ વખતે મતદારયાદીમાં મતદારોનો ફોટો પણ હશે. મહારાષ્ટ્રના એડિશનલ ચીફ ઇલેકટરલ અૉફિસરે કહ્યું હતું કે દરેક મતદાર બુથમાં મતદારના ફોટાવાળી મતદારયાદી હશે. 
ચૂંટણી પંચે કહ્યું છે કે જે મતદારોએ નોંધણી કરાવી નથી એ લોકો હજી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. નવા મતદાર બનવા લોકો પાસે મતદારપત્રો ભરવાની પ્રોસેસ ચાલુ થાય એના એક અઠવાડિયા પહેલાં સુધીનો સમય છે. ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે www.nvsp.in બની મુલાકાત લઈને ફોર્મ નંબર છ ભરી શકશે તથા એક રંગીન ફોટો,  રહેવાના સરનામાનો પુરાવો ડાઉનલોડ કરી શકશે. 
ચૂંટણી પંચ મતદારની પાત્રતા હોય એવા દરેક નાગરિકો મતદાર તરીકે નોંધણી કરાવે એ માટે પ્રોત્સાહન આપે છે. 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં 8.73 કરોડ મતદારો તઈ ગયા છે. આની સરખામણીમાં 2014ની વિધાનસભાની ચૂંટણીમાં 8.49 કરોડ મતદાર હતા. 
સવાલ હોય તો સંપર્ક કરો...
મતદારને કોઈ પણ સવાલ કે મુંઝવણ હો. તો તે હેલ્પલાઇન 1950નો સંપર્ક કરી શકશે જેથી મતદારો અને નાગિરકો ખુલાસો મેળવી શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer