તામિલનાડુમાં ભાજપ-અન્ના દ્રમુકનું ગઠબંધન

તામિલનાડુમાં ભાજપ-અન્ના દ્રમુકનું ગઠબંધન
નવીદિલ્હી, તા.19: ભાજપ સાથે લોકસભા ચૂંટણી માટે ગઠબંધન અને બેઠક વહેચણીની વાટાઘાટ પૂર્વે આજે તામિળનાડુ શાસકપક્ષ અન્નાદ્રમુકે પીએમકે સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી અને તેને 7 બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે જ ભાજપ સાથે પણ બેઠક વહેચણીની વાટાઘાટો કરવામાં આવી હતી અને બન્ને પક્ષોએ લોકસભાની ચૂંટણી તામિળનાડુમાં સાથે મળીને લડવાનું નક્કી કર્યુ હતું. જેમાં ભાજપનાં ભાગે તામિળનાડુની 39માંથી પાંચ બેઠકો આવી છે. 
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે રાજ્યની પેટા ચૂંટણીમાં પણ ભાજપ અન્નાદ્રમુકને ટેકો આપશે. રાજ્યની 21 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ઓ. પન્નીરસેલ્વમ અને ઈ.પલાનિસ્વામીનાં નેતૃત્વમાં અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં લડવામાં આવશે. આજે આ જાહેરાત પીએમકે સાથે અન્નાદ્રમુકનાં ગઠબંધનની ઘોષણા બાદ કરવામાં આવી હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer