વર્લ્ડ કપ રમવા પાક નિશાનેબાજો ભારત નહીં આવે

વર્લ્ડ કપ રમવા પાક નિશાનેબાજો ભારત નહીં આવે
નવી દિલ્હી, તા.19: પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધુ તનાવપૂર્ણ બન્યા છે. જેની અસર અહીં આવતીકાલથી શરૂ થઇ રહેલ શુટીંગ વર્લ્ડ કપ પર પડી છે. પાક. નિશાનેબાજોના ભારતના વિઝા તો મંજૂર થઇ ચૂકયા છે, આમ છતાં પાકિસ્તાન શુટીંગ ફેડરેશને એવો દાવો કર્યોં છે કે વિઝા મળવામાં મોડું થયું છે. આથી અમારા શૂટરો વર્લ્ડ કપ રમવા ભારત આવી શકશે નહીં. 
શુટીંગ વર્લ્ડ કપમાં પાકિસ્તાની નિશાનેબાજ મોહમ્મદ ખલીલી અને ગુલામ મુસ્તફા કોચ રજી અહમદ સાથે ભારત આવવાના હતા. આ તમામને વિઝા પણ મળી ચૂકયા હતા, પણ હવે તેનો વિઝા સમયસર ન મળ્યાનો કારણ આગળ કરીને વર્લ્ડ કપમાંથી ખસી ગયા છે. પાક. શુટીંગ ફેડરેશને ઇમેલથી આ જાણકારી આયોજકોને આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer