આઇપીએલ ઉદ્ઘાટન મૅચમાં ધોની-કોહલીની ટીમ આમને – સામને

આઇપીએલ ઉદ્ઘાટન મૅચમાં ધોની-કોહલીની ટીમ આમને – સામને
પ્રથમ બે સપ્તાહનો કાર્યક્રમ જાહેર: 23 માર્ચથી પ એપ્રિલ દરમિયાન 17 મૅચ રમાશે
નવી દિલ્હી, તા.19: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2019ના શરૂઆતના બે સપ્તાહનો કાર્યક્રમ આજે જાહેર થયો છે. પહેલો મેચ વર્તમાન ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુધ્ધ રોયલ ચેલેંન્જર્સ બેંગ્લોર વચ્ચે તા. 23 માર્ચે ચેન્નાઇમાં રમાશે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ફક્ત બે સપ્તાહના મેચનો શેડયુલ જાહેર કરાયો છે. જે કાર્યક્રમ જાહેર થયો છે તે 23 માર્ચથી પ એપ્રિલ દરમિયાનનો છે. આ સમયગાળામાં કુલ 17 મેચ રમાશે. મેચ આયોજનનાં સ્થળો ચેન્નાઇ, કોલકતા, મુંબઇ, જયપુર, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને મોહાલી છે. આઇપીએલનો બાકીનો કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તારીખો સામે આવ્યા બાદ લગભગ જાહેર થશે. પ્રથમ બે સપ્તાહના 17 મેચમાં આરસીબી અને દિલ્હીની ટીમ પ-પ મેચ રમશે. જ્યારે બાકીની ટીમ 4-4 મેચ રમશે. 
23 માર્ચે ઉદ્ઘાટન મેચ બાદ 24 માર્ચે બે મેચ રમાશે. પહેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મેચ બપોરે 4-00 વાગ્યાથી શરૂ થશે. રાત્રીના 8-00ના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો દિલ્હી કેપિટલ સામે થશે. આઇપીએલન પહેલા બે સપ્તાહનો જાહેર થયેલો કાર્યક્રમ નીચે મુજબ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer