પહેલો ટી-20 વિશાખાપટ્ટનમમાં પણ ઓસિ. ટીમની હૈદરાબાદમાં પ્રેક્ટિસ

પહેલો ટી-20 વિશાખાપટ્ટનમમાં પણ ઓસિ. ટીમની હૈદરાબાદમાં પ્રેક્ટિસ
હૈદરાબાદ, તા.20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે પહેલો ટી-20 મેચ રમાવાનો છે. આ મેચ વિશાખાપટ્ટનમાં રમવાનો છે પણ કાંગારુ ટીમે આજે હૈદરાબાદમાં પ્રેક્ટિસ કરી હતી. આના માટે ખાસ કારણ છે. રીપોર્ટ અનુસાર ભારતની હાલતમાં એડજેસ્ટ થવા માટે ઓસ્ટ્રેલિયાના ટીમ મેનેજમેન્ટે હૈદરાબાદને પસંદ કર્યું છે. ઓસિ. ટીમ ભારત પ્રવાસમાં બે ટી-20 મેચ અને પાંચ વન ડે મેચ રમવાની છે. ઓસિ. ટીમનું માનવું છે કે અભ્યાસ માટે હૈદરાબાદનું રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ વધુ અનુકૂળ રહેશે. હૈદરાબાદના આ સ્ટેડિયમ પર કાંગારુ ટીમે ત્રણ અભ્યાસ સત્ર ગોઠવ્યાં છે. આવતીકાલે પણ કાંગારુ ટીમ સાંજના સમયે અન્ડર લાઇટમાં પ્રેક્ટિસ કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો પહેલો ટી-20 મેચ 24મીએ વિશાખાપટ્ટનમમાં અને બીજો ટી-20 મેચ 27મીએ બેંગ્લોરમાં રમાશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer