પાક સુકાની સરફરાઝને ફિક્સિંગની અૉફર કરનાર કોચ અન્સારી પર 10 વર્ષનો પ્રતિબંધ

પાક સુકાની સરફરાઝને ફિક્સિંગની અૉફર કરનાર કોચ અન્સારી પર 10 વર્ષનો પ્રતિબંધ
દુબઇ, તા.20: યૂએઇ સ્થિત વરિષ્ઠ કોચ ઇરફાન અન્સારી પર આઇસીસીએ સટ્ટેબાજીના આરોપમાં ક્રિકેટની તમામ પ્રકારની ગતિવિધિમાં ભાગ લેવા પર 10 વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. કોચ અંસારીએ ઓકટોબર-2017માં પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચેની શ્રેણી દરમિયાન પાક. સુકાની સરફરાઝ અહમદ સમક્ષ સ્પોટ ફિક્સિંગની ઓફર રાખી હતી. જેની ફરિયાદ સરફરાઝે તુરંત આઈસીસીને કરી હતી. આથી હવે તપાસ પૂરી થયા બાદ કોચ ઇરફાન અન્સારી પણ 10 વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. આઇસીસીના એન્ટી કરપ્શન બ્યૂરોના વડા એલેકસ માર્શલે પાક. સુકાની સરફરાઝ અહમદનો આ મામલે આભાર વ્યકત કર્યોં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer