વર્લ્ડ કપમાં પાકનો બહિષ્કાર કરવો આસાન નહીં : ચેતન ચૌહાણ

વર્લ્ડ કપમાં પાકનો બહિષ્કાર કરવો આસાન નહીં : ચેતન ચૌહાણ
નવી દિલ્હી, તા.20: વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેનો મેચ રદ કરવા પર ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટસમેન અને ભાજપના પૂર્વ સાંસદ ચેતન ચૌહાણે કહ્યું છે કે આ નિર્ણય લેવો આસાન નહીં હોય. વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં પાક. સામે ન રમવાનો નિર્ણય કઠિન બની રહેશે. અત્યારથી અટકળો કરવી આસાન છે, પણ બહિષ્કારનો નિર્ણય મુશ્કેલ રહેશે. વૈશ્વિક ટૂર્નામેન્ટમાં આવું કરવાથી ટીમ ઇન્ડિયાને મોટો દંડ થઇ શકે છે. બીજું ખાસ નોકઆઉટમાં પહોંચવા પોઇન્ટનું નુકસાન પણ સહન કરવું પડશે. ચૌહાણ કહે છે કે સરકાર અને બીસીસીઆઇ યોગ્ય નિર્ણય લેશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer