હૅલ્થ ઈન્સ્યોરન્સમાં આયુર્વેદ, યુનાનીનો સમાવેશ થવાની શક્યતા

હૅલ્થ ઈન્સ્યોરન્સમાં આયુર્વેદ, યુનાનીનો સમાવેશ થવાની શક્યતા
મુંબઈ, તા.20 : સ્ટાન્ડર્ડ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ માટે ઈન્સ્યોરન્સ નિયામકે ધોરણોનો મુસદ્દો તૈયાર કર્યો છે, જેમાં ઉપલી વય મર્યાદા વિના ઈન્સ્યોરન્સ ખરીદદારને રૂા.50,000થી રૂા.10 લાખ સુધીનો લાભ મળશે. જ્યારે ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ સૂચિત કરવામાં આવી છે અને 65 વર્ષની ઉંમર સુધી ઈન્સ્યોરન્સ માટે અરજી કરવાનો પણ ડ્રાફ્ટમાં ઉલ્લેખ છે. ધોરણમાં મહત્તમ વય મર્યાદાની શરત નથી. 
બેઝિક સ્ટાન્ડર્ડ પૉલિસીમાં આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી પ્રણાલી અંતર્ગત કરવામાં આવેલી સારવારનો પણ સમાવેશ કરવામાં આવશે, જ્યારે દવાઓનો ખર્ચ ઈન્સ્યોરન્સની રકમની ઉપર આધારિત હશે. સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ ક્ષતિપૂર્તિ ધોરણે હશે, કેમ કે આ સ્ટેન્ડએલોન પ્રોડક્ટ છે અને આને ગંભીર બીમારીના વીમાકવચ સાથે જોડી શકાય નહીં. 
ડ્રાફ્ટ સર્ક્યુલરમાં ઈરડાએ કહ્યું કે, અૉફર કરવામાં આવતા લાભના હિસાબે પ્રોડકટ્સમાં વૈવિધ્ય હશે. એ વાતને ધ્યાનમાં રાખવામાં આવી છે કે જે ગ્રાહકો હૅલ્થ ઈન્સ્યોરન્સ કવર માટે અરજી કરે તેમને બેઝિક હૅલ્થ ઈન્સ્યોરન્સ કવર જોઈતું હોવાથી તેમના જરૂરિયાતના હિસાબે કવરેજ અૉફર કરવામાં આવશે. 
સ્ટાન્ડર્ડ હૅલ્થ પ્રોડક્ટમાં હૉસ્પિટલાઈઝેશન ખર્ચ કવર હશે, જેમાં રૂમ, નર્સિંગ ખર્ચ, ઈનટેન્સિવ કૅર યુનિટ, ઈન્ટેન્સિવ કાર્ડિયેક કૅર યુનિટ એક્સપેન્સ, ડેન્ટલ ટ્રિટમેન્ટ, જખમ સંબંધિત સાધનો, પ્લાસ્ટિક સર્જરી, બીમારી સંબંધિત સાધનો અને ઘરમાં દરદીનો ખર્ચનો સમાવેશ થશે. જોકે, પાંચ ટકા ઈન્સ્યોર્ડ ચૂકવણી હશે, જે આ પ્રોડક્ટની વિશેષતા છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer