બીએસઈ શૅર બાયબેક કરશે

બીએસઈ શૅર બાયબેક કરશે
મુંબઈ, તા. 20 : બૉમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ (બીએસઈ) લિ.એ શૅર બાયબેક કરવાનો નિર્ણય લીધો છે અને તેનું લિસ્ટિંગ ધરાવતા નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઈ)ને આ બાબતે માહિતી આપી છે.
બીએસઈની આગામી બોર્ડ મિટિંગમાં શૅર બાયબેક વિશે ચર્ચા થશે. બીએસઈની ચોખ્ખી મૂડી રૂા. 2900 કરોડની છે અને રૂા. 1700 કરોડ રોકડ સ્વરૂપે હોવાનું તેની બેલેન્સશીટમાં જણાવવામાં આવ્યું છે.
બીએસઈના નિવેદન મુજબ કંપની શૅર બાયબેકની પ્રક્રિયા જુલાઈના પહેલા સપ્તાહમાં શરૂ કરે તેવી શક્યતા છે. એક્સ્ચેન્જ તેની પાસે રહેલી કૅશનો 25 ટકા હિસ્સો બાયબેક સામે વાપરી શકે છે.
ગયા વર્ષે બીએસઈએ છ મહિનાના સમયગાળામાં રૂા. 166 કરોડના શૅર બાયબેક હેઠળ ખરીદ્યા હતા.
બીએસઈમાં 1.50 લાખથી વધુ શૅરહોલ્ડર્સ છે. બીએસઈએ તેનો આઈપીઓ જાન્યુઆરી, 2017માં રૂા. 804 પ્રતિ શૅરના ભાવે અૉફર કર્યો હતો અને લિસ્ટિંગ બાદ શૅરનો ભાવ રૂા. 1180થી ઉપર ગયો હતો. અત્યારે શૅરનો ભાવ રૂા. 550ની આસપાસ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer