આજથી બારમાની પરીક્ષા, કેન્દ્રો પર મોબાઇલ ફોન પર પ્રતિબંધ

મુંબઈ, તા. 20 : આવતી કાલથી મહારાષ્ટ્ર બોર્ડની બારમાની લેખિત પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડે પેપર ફૂટવાની ઘટનાઓ રોકવા માટે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ સહિતની કોઈ પણ વ્યક્તિને પરીક્ષાખંડ કે પરીક્ષાકેન્દ્રના પરિસરમાં મોબાઇલ ફોન સહિતના ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણો લઈ જવાની મનાઈ ફરમાવી છે. 
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમના મોબાઇલ ફોન કેન્દ્રના સંચાલક પાસે જમા કરાવવાના રહેશે અને પરીક્ષાનો સમય પૂરો થયા બાદ ત્યાંથી એ પાછા મેળવવાના રહેશે. 21 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી રાજ્યભરમાં પુણે, નાગપુર, ઔરંગાબાદ, મુંબઈ, કોલ્હાપુર, અમરાવતી, નાશિક, લાતુર અને કોકણ મળી બોર્ડનાં નવ મંડળોમાં બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે અને આ વર્ષે રાજ્યભરના 14 લાખ 91 હજાર 306 વિદ્યાર્થી બારમાની પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડ તરફથી જણાવાયું હતું કે આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ સ્ટ્રીમની કુલ 9771 જુનિયર કૉલેજોના વિદ્યાર્થીઓ માટેની આ પરીક્ષા માટે રાજ્યભરમાં 2957 પરીક્ષાકેન્દ્રો છે. વિદ્યાર્થીઓને અૉનલાઇન હૉલ-ટિકિટો મળશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer