વડા પ્રધાન મોદી દક્ષિણ કોરિયાના પ્રવાસે

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 20 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે રિપબ્લિક અૉફ કોરિયાના બે દિવસના પ્રવાસે રવાના થયા હતા. તેઓ દક્ષિણ કોરિયાની નેતાગીરી સાથે મંત્રણાઓ કરશે. વડા પ્રધાનને આંતરરાષ્ટ્રીય સહકાર, વૈશ્વિક વિકાસ અને માનવવિકાસ માટેના તેમના સમર્પણના માનમાં સોલ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવશે.
કોરિયા રવાના થતાં પહેલાં વડા પ્રધાને જણાવ્યું હતું કે કોરિયાના પ્રમુખ મૂન જાએ ઈનના આમંત્રણને માન આપીને તેઓ બીજી વાર કોરિયા જઈ રહ્યા છે. આપણે કોરિયાને એક સારા મિત્ર તરીકે ગણીએ છીએ. આ દેશ સાથે ભારતની ખાસ વ્યૂહાત્મક ભાગીદારી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer