હવે ભારતમાંથી દર વર્ષે બે લાખ મુસ્લિમો હજ પઢવા જઈ શકશે

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 20:  સાઉદી અરેબિયાના નાગરિકોના ઈ-વિઝા વિસ્તારવામાં આવી રહી હોવાની ઘોષણા કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતીયો માટેના હજ કવોટામાં 25 હજાર જાત્રાળુનો વધારો કરાયા બદલ અમે રિયાધના આભારી છીએ. હવે ભારતમાંથી દર વર્ષે બે લાખ મુસ્લિમો હજ પઢવા જઈ શકશે.
ત્રાસવાદને કોઈ પણ સ્વરૂપમાં ટેકો ન આપવા તેમ જ આતંકને ટેકો આપતા દેશો પર દબાણ વધારવા સંમત થયા છીએ. આતંકનું માળખું તોડવા આતંકી જૂથને ટેકો આપવાનુ બંધ કરવા અને તેઓને સજા કરવી એ જરૂરી છે એમ વાટાબાદ જણાવતાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે આ બાબતે સાઉદી અરેબિયા સંમત થયાથી હું ખુશ થયો છું.
21મી સદીમાં સાઉદી અરેબિયા ભારતનું સૌથી મૂલ્યવાન વ્યૂહાત્મક ભાગીદાર છે. તેમ જ ભારતનું નિકટનું મિત્ર અને ઉર્જા સલામતીનો મહત્ત્વનો સ્રોત છે. ભારતમાં સંસ્થાગત મૂડીરોકાણ માટે સંમત થવાના સાઉદી અરેબિયાના નિર્ણયને વડા પ્રધાને આવકાર્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer