ચંબલનો ડાકુ રહી ચૂકેલો મલખાન-સિંહ પાકિસ્તાન સામે જંગે ચડવા માગે છે

કાનપુર, તા. 20 : પુલવામા હુમલા બાદ આતંકવાદીઓ અને તેમના આકાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની દેશભરમાંથી ઊઠેલી માંગ વચ્ચે કુખ્યાત ડાકુ રહી ચૂકેલા મલખાનસિંહે તેના 700 સાથીઓ સાથે સીમા પર પાકિસ્તાન સામે યુદ્ધ લડવાની તૈયારી બતાવી છે. પત્રકારો સાથે વાત કરતાં મલખાને જણાવ્યું હતું કે, સરકાર મંજૂરી આપી દે તો કોઇપણ જાતની શરત, પગાર કે વળતર વિના પાક સામે યુદ્ધ લડશે.
કાનપુરમાં પત્રકારો સાથેની મુલાકાતમાં તેણે કહ્યું હતું કે, હજુ પણ મધ્યપ્રદેશમાં 700 ડાકુ મોજૂદ છે. તેમને સાથે લઇને સીમા પર ભારત દેશમાં લડવા અને જીવ આપી દેવો પડે તોપણ તૈયાર છે. `ચંબલના શેર' તરીકે ઓળખાતા મલખાનસિંહે ઉમેર્યું હતું કે પુલવામા હુમલાનો બદલો લેવામાં હવે વિલંબ ન કરવો જોઇએ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer