12 સરકારી બૅન્કને 48,239 કરોડ રૂપિયા આપશે સરકાર

બૅન્કોની કથળી રહેલી હાલત સુધારવા કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય

નવી દિલ્હી, તા. 20: કેન્દ્ર સરકારે પંજાબ નેશનલ બેન્ક સહિતની 12 સરકારી બેન્કનું સ્વાસ્થ્ય સુધારવાના હેતુથી 48,239 કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની મંજૂરી આપી છે. જેમાં અલ્હાબાદ બેન્કમાં 6896 કરોડ રૂપિયા, યુનિયન
બેન્કમાં 4112 કરોડ રૂપિયા, બેન્ક ઓફ ઇન્ડિયામાં 4638 કરોડ રૂપિયાનું પુન:મૂડીકરણ કરવામાં આવશે. 
વિત્તીય સેવા સચિવ રાજીવ કુમારના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકાર આંધ્રા બેન્કમાં 3256 કરોડ, સિંડિકેટ બેન્કમાં 1603 કરોડ રૂપિયા, પંજાબ નેશનલ બેન્કમાં 5098 કરોડ, બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 205 કરોડ, બેન્ક ઓફ ઇન્ડિયામાં 4638 કરોડ તથા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 2560 કરોડ રૂપિયા નાખશે. જ્યારે યુનાઈટેડ બેન્કને  2839 કરોડ રૂપિયા અને યુકો બેન્કને 3330 કરોડ રૂપિયા મળશે. આવી રીતે એપીએ અને અન્ય સમસ્યાઓનો સામનો કરી રહેલી બેન્કોની સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકારે 12 સરકારી બેન્કોને 48,239 કરોડ રૂપિયા આપવા મંજૂરી આપી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer