ભારત અને પાકિસ્તાન સંયમ જાળવે

ભારત અને પાકિસ્તાન સંયમ જાળવે
યુનોના મહામંત્રીનો અનુરોધ
સંયુકત રાષ્ટ્રસંઘ, તા 20 :  સંયુકત રાષ્ટ્રસંઘના વડા એન્ટોનીઓ ગુટેરસે ભારત અને પાકિસ્તાનને વધુમાં વધુ  સંયમ વર્તવા અને પુલવામા હુમલાને પગલે ઉદ્ભવેલા તનાવને શમાવવા તત્કાળ પગલાં લેવા અનુરોધ કર્યો હતે.  બેઉ દેશો અનુરોધ કરે તો (પદની રૂએ) મારા તરફથી સદ્ભાવભર્યા પ્રયાસ પણ ઉપલબ્ધ છે એમ પણ યુનોવડાએ ભારપૂર્વક જણાવ્યું હતું. યુનોના મહામંત્રીના પ્રવક્તા સ્ટિફન દુજારિકે મંગળવારે તેમની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. બેઉ દેશોએ પોતાના દૂતોને મસલતો માટે પાછા બોલાવી લીધા છે. યુનોમાંના પાકના કાયમી દૂતાવાસે, મહામંત્રી સાથે પોતાની બેઠક યોજાય તેવી ખેવના રાખી છે તે અંગે અને બેઉ રાષ્ટ્રો વચ્ચે તનાવ શમાવવા યુનોએ પગલાં લેવા  જ જોઈએ એમ પાક વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યા અંગે પણ દુજારિકને સવાલ કરાયા હતા. ભારત-પાક વચ્ચે પ્રવર્તતી એકંદર પરિસ્થિતિ  અમે બેઉ દેશો વચ્ચે વધતા તનાવથી ચિંતિત છીએ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer