રફાલમાં કોઈ કૌભાંડ થયું નથી : ડસોલ્ટ સીઈઓ

રફાલમાં કોઈ કૌભાંડ થયું નથી : ડસોલ્ટ સીઈઓ
નવીદિલ્હી, તા.20 : રફાલ વિવાદ વચ્ચે ડસોલ્ટ એવિએશનનાં સીઈઓ એરિક ટ્રેપિયરે એક મોટું નિવેદન કરતાં કહ્યું છે કે રફાલનાં સોદામાં કોઈ જ કૌભાંડ થયું નથી. કંપનીને 37 યુદ્ધ વિમાનનો ઓર્ડર મળ્યો હતો અને તેને પૂરો કરવામાં આવશે. ભારતમાં એક સપ્લાય ચેઈનની જરૂર હતી. જેમાં એક ભાગીદારની આવશ્યક્તા હોવાથી ઓફસેટ પાર્ટનરની પસંદગી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કોઈ પહેલો એવો અવસર નથી જેમાં ડસોલ્ટનાં સીઈઓએ સોદા વિશે વિધાન કર્યું હોય અને સોદાનો બચાવ કર્યો હોય. આ પહેલા પણ કોંગ્રેસનાં આક્રમણ વખતે એરિકે ટ્વિટર ઉપર લખ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer