રામજન્મભૂમિ જમીન વિવાદ કેસ : સુપ્રીમની

રામજન્મભૂમિ જમીન વિવાદ કેસ : સુપ્રીમની
બંધારણીય બેન્ચ 26મીએ સુનાવણી કરશે

નવી દિલ્હી, તા. 20: અયોધ્યામાંની રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદની બાબત અદાલત તા. 26મીએ સાંભળશે, એમ સર્વોચ્ચ અદાલતે આજે જણાવ્યું હતું. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈનાં વડપણ હેઠળની પાંચ જજની બનેલી બંધારણીય બેન્ચ કેસ સાંભળશે. તા.29 જાન્યુઆરીની ઠરાવાયેલી સુનાવણી અદાલતે તા. 27મીએ રદ્દ કરી હતી કારણ કે બંધારણીય બેન્ચના એક જજ જસ્ટિસ એસએ બોબડે તે દિવસે ઉપલબ્ધ ન હતા.
2010માં અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ચુકાદા સામેની અપીલ ઉક્ત બેન્ચ તા.26મીએ સાંભળશે. એ ચુકાદામાં અયોધ્યામાંની 2.77 એકર જમીન 3 પક્ષકારો - સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા - વચ્ચે સમાનપણે વિભાજિત કરી અપાઈ હતી. ચાર દીવાની દાવાઓ સાંભળ્યા બાદ હાઈ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer