કુલભૂષણ પાસેથી `બળજબરી''થી કબૂલાત કરાવાઈ હતી : ભારત

કુલભૂષણ પાસેથી `બળજબરી''થી કબૂલાત કરાવાઈ હતી : ભારત
પાકિસ્તાને આપેલી મૃત્યુદંડની સજા રદ કરવા આઇસીજીને અનુરોધ

ધ હૅગ, તા. 20 (પીટીઆઇ) : પાકિસ્તાનની કુખ્યાત લશ્કરી અદાલતોના કામકાજ વિશે પ્રશ્ન ઉઠાવીને ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ અૉફ જસ્ટિસને ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ પાસેથી `બળજબરી લેવામાં આવેલા કબૂલાતનામા'ને આધારે અપાયેલી દેહાંતદંડની સજા રદ કરવાની વિનંતી કરી છે. પાકિસ્તાનની અદાલતે જાધવને `જાસૂસી અને આતંકવાદ'ના આરોપોસર દેહાંતદંડની સજા આપી હતી.
આઈસીજેમાં કુલભૂષણ જાધવ કેસ મામલે સુનાવણી દરમિયાન ભારતે પાકિસ્તાની વકીલ દ્વારા અભદ્ર ભાષાના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજા તબક્કાની જાહેર સુનાવણી શરૂ થયા બાદ ભારતના વકીલ હરીશ સાલ્વેએ આઈસીજેમાં પાકિસ્તાનના વકીલની અભદ્ર ભાષાના મુદ્દાને ઉઠાવતા સંયુક્ત રાષ્ટ્ર અદાલતને એક લક્ષ્મણ રેખા ખેંચવાની અપીલ કરી હતી. આ ઉપરાંત સુનાવણી દરમિયાન હરીશ સાલ્વેએ આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું હતું. તેમજ જાધવના કેસને દિવાની કોર્ટમાં ચલાવવાનો નિર્દેશ આપવામાં આવે તેવી માગણી કરી હતી. સુનાવણીમાં સાલ્વેએ કહ્યું હતું કે, સુનાવણીને ગેરમાર્ગે દોરવાના પાકના ત્રણ પ્રયાસ નાકામ રહ્યા છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer