મેસ્સીના બે ગોલથી બાર્સિલોના ચૅમ્પિયન્સ લીગની કવાર્ટરમાં

મેસ્સીના બે ગોલથી બાર્સિલોના ચૅમ્પિયન્સ લીગની કવાર્ટરમાં
ફાઇનલમાં મેસ્સી-રોનાલ્ડોની સંભવિત ટક્કર પર ચર્ચાઓનો દોર
મેડ્રિડ, તા.15 : સ્ટાર સ્ટ્રાઇકર લિયોનલ મેસ્સીના બે ગોલની મદદથી બાર્સિલોના કલબ લિયોનને પ-1 ગોલથી સજ્જડ હાર આપીને ચેમ્પિયન્સ લીગના કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. આગળ જતાં ફાઇનલમાં મેસ્સીની ટીમ બાર્સિલોના અને રોનાલ્ડોની ટીમ યુવેંટન્સ વચ્ચે ફાઇનલમાં ટક્કર થઇ શકે છે. આથી ફૂટબોલ વિશ્વમાં ફરી એકવાર એ ચર્ચા છેડાઇ ચૂકી છે કે મહાન કોણ ? મેસ્સી કે રોનાલ્ડો ?
બાર્સિલોના અને કલબ લિયોન વચ્ચેનો પહેલા તબક્કાનો મેચ ગોલરહિત ડ્રો રહ્યો હતો. ગઇકાલના મેચમાં મેસ્સીએ 17મી અને 78મી મિનિટે ગોલ કર્યાં હતા. જેથી ચેમ્પિયન્સ લીગમાં તેના ગોલની સંખ્યા 108 થઇ ગઇ છે. તેનાથી આગળ રોનાલ્ડો (124 ગોલ) છે. બાર્સિલોના તરફથી અન્ય ત્રણ ગોલ ફિલિપ કોટિન્હો (31 મિનિટ), ગેરાર્ડ (81) અને ઓસ્માને (86)એ ગોલ કર્યાં હતા. મેસ્સીના શાનદાર પ્રયાસથી કોટિન્હો અને ઓસ્માનના ગોલ થયા હતા. બીજી તરફ લિવર પૂલની ટીમ પણ કવાર્ટરમાં પહોંચી ગઇ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer