સોનાના સિક્કાની ગિફ્ટ આપશો તો આઈટીસી નહીં મળે

સોનાના સિક્કાની ગિફ્ટ આપશો તો આઈટીસી નહીં મળે
મુંબઈ, તા. 15 : સોનાના સિક્કાનો (ગોલ્ડ કોઈન) ગિફ્ટમાં આપવા અથવા મફત સેમ્પલ તરીકે ઉપયોગ થશે તો તે ઇનપુટ ક્રેડિટ આઈટીસીનો કલેમ કરી નહીં શકે. 
આમ, સોનાના સિક્કાની ભેટ હવે મોંઘી પડશે. અૉથોરિટી ફૉર ઍડવાન્સ રૂલીંગ ઇન મહારાષ્ટ્રને નાણાં મંણાલયે આ બાબતે સ્પષ્ટતા કરી છે.
અગાઉ મુંબઈ સ્થિત કંપની બાયોસ્ટેડ ઇન્ડિયા લિ. દ્વારા ``ખરીદ ગોલ્ડ સ્કીમ 2018'' હેઠળ 10 ગ્રામ અને 8 ગ્રામના સિક્કાનું વિતરણ કરી ઇનપુટ ક્રેડિટ માગવામાં આવી હતી. જેનો અૉથોરિટીએ ઇનકાર કરી દીધો હતો. આ બાબતે વેરા નિયામકે જણાવ્યું છે કે `આ સ્કીમમાં બેસિક બિઝનેસ મૉડલ પ્રમાણે સોનાના સિક્કાનું વિતરણ થતું નથી. જેથી તેને ઇનપુટ ક્રેડિટ મળશે નહીં.' નિયામકે દલીલ કરી હતી કે `આ યોજનામાં કોઈ કરાર અથવા જવાબદારી સિવાય માત્ર કેટલીક શરતોને આધીન સિક્કા અપાયા છે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer