`જિતો ઉડાણ 2019'' ટ્રેડ ફેરનું અમૃતા ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન

`જિતો ઉડાણ 2019'' ટ્રેડ ફેરનું અમૃતા ફડણવીસના હસ્તે ઉદ્ઘાટન
17 માર્ચ સુધી ફેર : જોબ ફેર : સ્ટાર્ટ-અપ્સ માટે 10 લાખ ડૉલરના ફંડની જોગવાઈ

મુંબઈ, તા. 15 : જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ અૉર્ગેનાઈઝેશન (જિતો)ના 12મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપ જિતો મુંબઈ ઝોન, તેના 11 જિતો ચેપ્ટર અને તેના સભ્યોએ ભેગા મળી `િજતો ઉડાણ 2019'નું આયોજન કર્યું છે. ત્રણ દિવસનો આ ટ્રેડ ફેર અને બિઝનેસ કોન્કલેવ તા. 15થી 17 માર્ચ, 2019 દરમિયાન મુંબઈ-ગોરેગામના નેસ્કો સંકુલના બે લાખ ચો. ફીટ વિસ્તારમાં યોજાયો છે. આજે અમૃતા દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ ફેરનું ઉદ્ઘાટન થયું હતું.
જિતો મુંબઈ ઝોનના ચૅરમૅન હિતેન દોશીએ જણાવ્યું હતું કે દેશવિદેશના ઉદ્યોગપતિઓ, બિઝનેસમૅનો, પ્રોફેશનલ્સ, ઉત્પાદકો, રિયલ એસ્ટેટ ડેવલપરો, રિટેલરો, વેપારીઓ, વિતરકો અને સ્ટાર્ટ-અપ્સ વેન્ચર માટે તેમનાં ઉત્પાદનો અને સેવા પ્રદર્શિત કરવા માટે આ શ્રેષ્ઠતમ પ્લૅટફૉર્મ છે. અત્રે જેમ-જ્વેલરી માટે, રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રકશન માટે, ફૅશનવેર કલોધિંગ માટે અને સ્ટાર્ટ-અપ્સ માટે અલાયદા પેવિલિયન છે.
જિતો ઈનોવેશન ઍન્ડ ઈન્કયુબેસન ફાઉન્ડેશન અને જિતો (જેઆઈઆઈએફ - જિતો) યોગ્ય સ્ટાર્ટ-અપ્સ માટે 10 લાખ યુએસ ડૉલરના ફંડની જોગવાઈ કરી છે. સ્ટાર્ટ-અપ્સ માટે ખાસ 50 સ્ટોલ ફાળવેલા છે.
અહીં જોબ ફેર પણ યોજવામાં આવેલ છે. યુવાઓને નોકરીની ઉત્તમ તક મળે એ માટે જિતોએ ટાઈમ્સ એસેન્ટ જોડે હાથ મેળવ્યા છે. 500થી વધુ સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. નાના પાયે ગૃહઉદ્યોગ ચલાવનારા લોકો માટે અત્રે અલગથી એક્ઝિબિશન હૉલમાં કાઉન્ટર છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer