અજિત પવારના પુત્ર પાર્થ માવળમાંથી ચૂંટણી લડશે

મુંબઈ, તા. 15 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ દ્વારા આજે વધુ પાંચ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારને માવળમાંથી ઉમેદવારી આપવામાં આવી છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવકતા નવાબ મલિકે જણાવ્યું હતું કે શિરુરની બેઠક ઉપર અભિનેતા ડૉ. અમોલ કોલ્હેને ઉમેદવારી આપવામાં આવી છે. બીડમાં પક્ષના જિલ્લા એકમના અધ્યક્ષ અને જિલ્લા પરિષદના સભ્ય બજરંગ સોનાવણેને જંગમાં ઉતારવામાં આવ્યા છે. નાશિકની બેઠક ઉપર પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળને ઉમેદવારી આપવામાં આવી છે. સમીર ભુજબળ ભૂતપૂર્વ સાંસદ છે. દીડોંરીમાં ધનરાજ મહાલેને ટિકિટ આપવામાં આવી છે. અજિત પવાર પોતાના પુત્ર પાર્થને માઢાની બેઠક ઉપરથી ઉમેદવારી આપવા આગ્રહી હતા. આ બેઠકનું પ્રતિનિધિત્વ હાલ ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન વિજયસિંહ મોહિતે-પાટીલ કરે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer